નવી દિલ્હી: શાહીન બાગમાં રસ્તો ખુલ્લો કરાવવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ અવસરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હિંસા ઉપર પણ વાત કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શાહીન બાગવાળી અરજી પર સુનાવણી માટે માહોલ યોગ્ય નથી અને હાલ સુનાવણી ટાળવાનું જ યોગ્ય રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ચંદ્રશેખર આઝાદ અને નકવી દ્વારા પૂર્વ દિલ્હીમાં હિંસાની SIT તપાસની માગણીવાળી અરજી પણ ફગાવી. કહ્યું કે હાઈ કોર્ટ આ મામલાને જોઈ રહી છે. દિલ્હી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે આજે પોલીસની કાર્યવાહીની પદ્ધતિ ઉપર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે હિંસા ભડકાવનારા નિવેદનો આપતા લોકો પર કાર્યવાહી કેમ નથી કરી? UK પોલીસનું ઉદાહરણ આપતા સુપ્રીમે કહ્યું કે પોલીસે તેમની જેમ પ્રોફેશનલ થવાની જરૂર છે. તેમના આ બિનવ્યવસાયી હોવાના કારણે હાલાત બગડ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન: બુંદીમાં ભીષણ અકસ્માત, ટાયર ફાટતા બસ નદીમાં ખાબકી, 24 મુસાફરોના મોત


અત્રે જણાવવાનું કે અત્યાર સુધી દિલ્હી હિંસામાં 20 લોકોના મોત થયા છે અને 180થી વધુ લોકો ઘાયલ થયા છે. કોર્ટે કેન્દ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું. કોર્ટે કહ્યું કે પોલીસ કોઈ બહારના નિર્દેશ વગર જરૂર પડ્યે કાયદાની મર્યાદામાં પગલાં લઈ શકે તેવા પગલા સરકારે ઉઠાવ્યાં નથી. કોર્ટે રાજકીય પક્ષોને પણ સૌહાર્દપૂર્ણ માહોલ બનાવવાનું આહ્વાન કર્યું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ  કહ્યું કે તોફાનોમાં એક પોલીસકર્મીનું મોત થયું અને ઘાયલ ડીસીપી વેન્ટિલેટર પર છે. 


Delhi Violence: અત્યાર સુધી 20ના મોત, હાઈકોર્ટના જજે મધરાતે ઘરેથી આપ્યો મહત્વનો આદેશ


આ બાજુ હવે શાહીન બાગ મામલે આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે. સુપ્રીમ કોર્ટે આજે કોઈ આદેશ આપ્યો નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે  કહ્યું કે દિલ્હીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી છે જે ન થવી જોઈએ. આ અગાઉ ગત સોમવારે 24 ફેબ્રુઆરીએ પણ આ મામલે સુનાવણી ટાળવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત વાર્તાકાર સાધના રામચંદ્રને આજે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ સોંપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે અમને રિપોર્ટ જોવા દો, બુધવારે સુનાવણી કરીશું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...